Breaking News
.
Zagmag
  • Saturday
  • June 27, 2015

Zagmag Top Story

અણુ સિદ્ધાંતનો શોધક

અણુ સિદ્ધાંતનો શોધક

June 27 at 2:00am

દરેક પદાર્થ સૂક્ષ્મ અણુઓનો બનેલો છે. એક જ પદાર્થના દરેક અણુનું વજન અને કદ સરખા હોય છે. વિવિધ પદાર્થોના અણુના કદ, વજનમાં વિવિધતા હોય છે. પદાર્થના અણુને બનાવી શકાતો નથી કે તેનો નાશ થતો નથી. આવા અનેક અણુ સિદ્ધાંતોની શોધ થયા પછી વિજ્ઞાાન જગતમાં અણુ થિયરીમાં સંખ્યાબંધ ઉપયોગી શોધો થઈ છે. અણુ સિદ્ધાંતની શોધ જ્હોન ડાલ્ટન નામના વિજ્ઞાાનીએ કરેલી.
ભારતમાં જોવા જેવું

ભારતમાં જોવા જેવું

June 27 at 2:00am

ભારતમાં ઓડિશાના દરિયા કિનારા નજીક આવેલું ૧૧૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ચિલ્કા સરોવર એશિયાનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ચિલ્કા સરોવરમાં ૩૫ જેટલી નાની મોટી નદીઓ ભળે છે. બ્રહ્મપુરાણમાં પણ આ સરોવરનો ઉલ્લેખ છે. વિખ્યાત જગન્નાથપુરી નજીક આવેલું આ વિશાળ સરોવર પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર છે.
વૃક્ષના થડ પર ઊગતું ફણસ

વૃક્ષના થડ પર ઊગતું ફણસ

June 27 at 2:00am

ફળો સામાન્ય રીતે વૃક્ષની ડાળી પર ઊગે છે પરંતુ વિશ્વનું સૌથી મોટું ફળ ફણસ ડાળીઓ પર નહી પણ વૃક્ષના થડ ઉપર સીધું ઊગે છે. એક ફણસનું વજન લગભગ ૪૦ કિલોગ્રામ હોય છે તે પાતળી ડાળી પર ટકી શકે નહી એટલે જ કુદરતી રીતે થડની ચારેતરફ અનેક ફણસ ઊગે છે. ફણસ એક ફળ નથી પરંતુ નાના ફળનો ભરેલો થેલો હોય તેવું છે. ફણસમાંથી પીળા રંગની પેશીઓ નીકળે છે તે સ્વાદમાં મીઠી
પાણીની સપાટીથી અદ્ધર રહી ચાલતી બોટ

પાણીની સપાટીથી અદ્ધર રહી ચાલતી બોટ

June 27 at 2:00am

વ્હાણ, હોડી, જહાજ કે બોટ જ્યારે પાણી પર દોડે ત્યારે આસપાસના પાણીનુંદબાણ અને ઘર્ષણ તેની ગતિમાં અવરોધ પેદા કરે છે. બોટ કે વહાણના બંને પડખા પર પાણીના મોજાંની પછડાટ પણ લાગે છે. પાણીનો અવરોધ દૂર થાય તો બોટ ઓછા બળતણથી વધુ ચાલે તેવા હેતુથી ઇટાલિયન વિજ્ઞાાનીએ વિમાન જેવી બોટ બનાવી ૧૯૫૦માં શોધાયેલી આવી બોટને હાઇડ્રોફોઇલ કહે છે.
પવનચક્કી શું કામમાં આવે ?

પવનચક્કી શું કામમાં આવે ?

June 27 at 2:00am

મેળામાં વેચાતી કાગળની ફરકડી તમે જોઈ હશે. તેના પાંખિયામાં પવન ભરાય એટલે ઝડપથી ધરી પર ગોળ ફરવા લાગે. બાળકોને આનંદ આપતા આ રમકડાનો સિદ્ધાંત બીજા મોટા ઉપયોગમાં આવે છે. લાકડા કે ધાતુના ઊંચા સ્તંભ ઉપર લાકડાના મોટા પાંખિયાવાળી પવનચક્કી પણ પવનના જોરે જ ફરે છે. ઝડપથી ફરતાં પંખાની ધરી સાથે પટ્ટા જોડીને બીજા ચક્રો ફેરવી શકાય અને તેની ગતિનો લાભ લઈ
આપણી બોલવાની શક્તિ

આપણી બોલવાની શક્તિ

June 27 at 2:00am

આપણે બોલીને વાતચીત કરી શકીએ છીએ અને ગીતો ગાઈ શકીએ છીએ. આપણો અવાજ ક્યાંથી આવે છે તે જાણો છો ? કોઈ સારું ગાતું હોય તો તેનું ગળું સારું છે તેમ કહેવાય. આપણા ગળામાં નાનકડી સ્વરપેટી રહેલી છે. આ સ્વરપેટી જ આપણા અવાજની શક્તિ છે. સ્વરપેટીની રચના અજાયબી જેવી છે. સ્વરપેટીમાં નજીક નજીક રહે તેવા અનેક સ્વરતંતુઓ હોય છે. સિતારના તારની જેમ આ સ્વરતંતુઓ
પ્રકાશ વિશે આ પણ જાણો

પ્રકાશ વિશે આ પણ જાણો

June 27 at 2:00am

* સામાન્ય રીતે સૂર્યના કિરણોથી ફેલાતા અજવાળાને આપણે પ્રકાશ કહીએ છીએ કે જે આપણને દુનિયા જોવા માટે ઉપયોગી થાય છે. * વિજ્ઞાાનીઓ પ્રકાશને ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહે છે. * સફેદ રંગનું સૂર્યકિરણ સાત રંગોનું બનેલું છે. * પ્રકાશ 'ફોટોન' નામના કણ સ્વરૃપે ગતિ કરે છે.
અવકાશયાત્રીઓના સ્પેસશ્યૂટની ખૂબીઓ

અવકાશયાત્રીઓના સ્પેસશ્યૂટની ખૂબીઓ

June 27 at 2:00am

* અવકાશયાત્રીઓ અવકાશમાં સફર કરે ત્યારે અવકાશના વિષમ તાપમાન અને હવા વિનાના વાતાવરણનો સામનો કરવો પડે આ સ્થિતિમાં તેમને ખાસ પ્રકારનો પોષાક પહેરવો પડે છે. તેને સ્પેસસૂટ કહે છે. આ સ્પેસ સૂટમાં અનેક ખૂબીઓ હોય છે. * ખાલી સ્પેસસૂટનું વજન લગભગ ૧૨૭ કિલોગ્રામ હોય છે. પરંતુ અવકાશમાં તેનું વજન લાગતું નથી.
મલેશિયાનો ઊડતો વાનર

મલેશિયાનો ઊડતો વાનર

June 27 at 2:00am

વિશ્વભરમાં વાનરોની અનેક જાત જોવા મળે છે. વિવિધ પ્રકારના જંગલો અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે દરેક જાતના વાનરની જીવનશૈલીમાં કોઈને કોઈ વિશેષતા જોવા મળે છે. વાનર તેની પૂંછડી વડે સમતોલન જાળવી એક ઝાડ પરથી બીજા ઝાડની ડાળી પર કૂદકા મારવા માટે જાણીતા છે પરંતુ મલેશિયામાં જોવા મળતા કોલુગો જાતિના વાનર તો ઉડી પણ શકે છે.
જીવ જગતમાં સૌથી ઝડપી

જીવ જગતમાં સૌથી ઝડપી

June 27 at 2:00am

સૌથી ઝડપી સ્થળચર પ્રાણી : ચિત્તો કલાકના ૧૧૨ કિ.મી.ની ઝડપે દોડે છે. સૌથી ઝડપી પક્ષી : હન્ટિંગ પેરેગ્રીન બાજ કલાકના ૩૨૦ કિ.મી.ની ઝડપે આકાશમાંથી જમીન તરફ ઘસે છે. સૌથી ઝડપી ઊડતું પંખી : કબૂતર, ૧૬૦ કિ.મી.ની ઝડપે ઊડે છે. સૌથી ઝડપે તરતું પ્રાણી : કેલિફોર્નિયા સી લાયન ૩૫ કિ.મી.ની ઝડપે પાણીમાં તરે છે.