Breaking News
.

Latest Sports News

BCCIના સપાટાથી પરેશાન કુમ્બલેએ મુંબઈ ઈન્ડિયન્સ જોડે છેડો ફાડયો

December 01 at 2:00am

કુમ્બલેએ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના 'ચીફ મેન્ટર' તરીકે રાજીનામું આપી દીધું છે. જ્યારથી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ તરીકે શશાંક મનોહર આવ્યા છે ત્યારથી તેમણે ક્રિકેટ બોર્ડની ઈમેજ ક્લીન કરવાનું બીડું ઝડપ્યું છે. વિશેષ કરીને કોઈપણ સંજોગોમાં ચાહકોને શંકા જાય તેવી બેવડી ભૂમિકા કોઈ હોદ્દેદાર કે ભૂતપૂર્વ ક્રિકેટર નહીં નીભાવી શકે...
More...
વર્લ્ડ હોકી લીગમાં નેધરલેન્ડે ભારતને ૩-૧થી પરાજય આપ્યો

December 01 at 2:00am

ભારત નિરાશાજનક દેખાવ કરતા હોકી વર્લ્ડ લીગમાં નેધરલેન્ડ સામે ૧-૩થી હારી ગયું છે. આ સાથે ભારત પુલ ''બી''માં ત્રણ મેચમાં હાર અને એક ડ્રો સાથે એક પોઇન્ટ સાથે તળિયે રહ્યું છે. જર્મની બીજા અને આર્જેન્ટિના ત્રીજા ક્રમે તેના ગુ્રપમાં રહ્યા છે...
More...
ભારત ચોથી ટેસ્ટ જીતે તો વર્લ્ડ નંબર ટુ બનવાની તક

December 01 at 2:00am

ભારતના રવીચન્દ્રન અશ્વિને સાઉથ આફ્રિકા સામેની હાલ ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં જોરદાર દેખાવ કરતા આઈસીસીના આ મહિનાના અંતના નવા રેન્કિંગમાં ટેસ્ટ બોલરોમાં ત્રણ ક્રમની છલાંગ લગાવીને તેની કારકિર્દીનો શ્રેષ્ઠ બીજો ક્રમાંક મેળવ્યો છે...
More...
રણજી ટ્રોફી : આજથી ૧૫ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઇનલનાં સાત સ્થાન માટે જંગ

December 01 at 2:00am

રણજી ટ્રોફીમાં આ વખતે તમામ મજબુત અને મુખ્ય ટીમોનો દેખાવ એ હદે અસમાન રહ્યો છે કે ગુ્રપ સ્ટેજનું આખરી રાઉન્ડ આવતીકાલથી બધી ટીમો રમવાની છે ત્યાં સુધી ક્વાર્ટર ફાઇનલની આઠ ટીમો પૈકી માત્ર મુંબઇની ટીમ જ તેના સાતત્યપૂર્ણ દેખાવને કારણે ક્વોલીફાય થઇ શક્યું છે...
More...