- Wednesday
- May 22, 2013
Shatdal Top Story
|
|
ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇMay 22 at 12:00amરાજ ભોજના નગરમાં વસતા દરિદ્ર બ્રાહ્મણની આર્થિક સ્થિતિ એટલી બધી દયનીય બની ગઈ કે એને ખાવાનાં સાંસાં પડવા લાગ્યા. કુટુંબનો નિર્વાહ અતિ મુશ્કેલ બનતો જોઈને એણે વિચાર કર્યો કે હવે રાજભવનમાં ચોરી કરવા સિવાય બીજો કો આરો કે ઓવારો નથી. રાજભવનના ચોકીદારોની નજર ચૂકવીને એ રાજાના ખંડ સુધી પહોંચી ગયો અને જોયું તો સુવર્ણનાં અલંકારો, રત્નો અને કીંમતી ચીજવસ્તુઓ અહીંતહીં પડી હતી.
|
|
|
ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતાMay 22 at 12:00am* કોઈની સાથે બદલો ન લેવો એ પણ શું બદલો લેવાની શ્રેષ્ઠ રીત ગણાવી શકાય?
પ્રશ્નકર્તા ઃ યાકુબ એસ. અજમેરવાલા, સૈયદવાડા, આસ્ટોડીઆ, અમદાવાદ-૧
'બદલો' શબ્દ અરબીના 'બદલ' શબ્દની નિકટનો છે, જેનો એક અર્થ છે સાટુ કે અદલબદલ. ફેરફાર, વેરભાવના, મનમાં ખાર રાખવો વગેરે અર્થ પણ બદલો શબ્દ સૂચિત કરે છે. હિન્દીમાં વેરવૃત્તિવાળી બદલો લેવાની વૃત્તિને 'પ્રતિશોધ' કહેવામાં આવે છે. બદલો અર્થ પરિણામનો ભાવ પણ સૂચવે છે ઃ 'કરેલાં કર્મનો બદલો, ભોગવવો એ જ છે નક્કી.'
|
|
|
અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર.વોરાMay 22 at 12:00amરીંગણાં-બટાટા-ગુવાર-ડુંગળી જેમ ગ્રાહકને થેલીમાં આપી શકાય એમ ''આત્મ-ચૈતન્ય''ની પ્રતીતિ કોઈને આપી શકાય? ક્ષણભર માની લો કે કોઈ ગુરુ-બાપા કે ગુરુ-માતા ''આત્મજ્ઞાાન''ને રીંગણાં બટાટા જેમ આપી શકે તો આપનાર પાસે 'આત્મજ્ઞાાન' છે એની નિશાની કઈ? એના પુરાવા શા? એનાં વસ્ત્રો? એની આજુબાજુ એકઠાં થતાં, (શું કહેશું?) કાળાં માથાંની સંખ્યા? આત્માનાં વર્ણન કરતાં અફીણી વર્ણનો? અને એ, 'આત્મજ્ઞાાન' લેનારે પોતાની નાનકડી ખોબલીમાં
|
|
|
બુધવારની બપોરે - અશોક દવેMay 22 at 12:00amહમણાં એક પ્રસ્તાવના વાંચતા વાંચતા હું ઊભો થઇ ગયો. ચોંકવાનું આવે ત્યારે ઊભા થઇ જવાની આપણી હૉબી! લગ્નના ફેરા મેં ઊભા ઊભા ફર્યા હતા. લેખકે એમાં લખ્યું હતું, ''આ પુસ્તક પ્રકાશિત કરવામાં મને અનન્ય સહકાર આપનાર વડીલ શ્રી ચીમન ગગનને તો કેમ ભૂલાય?''
સાલો ટેન્શનમાં હું આવી ગયો કે, આ ચીનીયો કોઇ એવી હસ્તિ છે જેને લેખક ભૂલવા માંગે છે પણ ભૂલવાનો રસ્તો મળતો નથી. શક્ય હોય તો એક ભલા વાચક તરીકે મારે એને રસ્તો બતાવવાનો છે. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને, એણે સીધું વાચકો પાસે જ માર્ગદર્શન માંગી લીધું છે કે,
|
|
|
ટોપ્સીટર્વી - અજિત પોપટMay 22 at 12:00amમજહબના નામે ગૂમરાહ થયેલા જિહાદી આતંકવાદ સામે અમેરિકા અને ઇંગ્લેંડ જેવા હાથ મસળતાં બેઠાં છે. જે ધરતી પર આ આતંકવાદ જન્મ્યો એ પાકિસ્તાનની સરકાર તથા ત્યાંનું કહેવાતું કાયદા-તંત્ર ઓશિયાળું થઇ બેઠું છે. પોતાને મર્દ કહેવડાવતા કોઇ કહેતાં કોઇમાં આ ઝનૂની ટોળીઓ સામે બોલવાની હિંમત નથી. મિડિયા પણ અકળ મૌન ધરાવતું કે એકપક્ષી વલણ અપનાવી બેઠું છે. એવા સમયેે છેલ્લા એક દોઢ દાયકાની તવારીખ પર નજર કરો તો આશ્ચર્યનો આંચકો લાગે
|
|
|
સત્યની બીજી બાજુ - મૃગાંક શાહMay 22 at 12:00amમાન્યતા ઃ વર્ષોથી રમાતી શાહી રમત ગોલ્ફ એ ફકત પુરુષોની જ રમત છે. આ રમત સ્ત્રીઓને રમવાની મનાઈ છે.
હકીકત ઃ ગોલ્ફનું અંગ્રેજી નામ golf છે અને ઘમાં લોકો આ શબ્દને એક વાક્યનું ટૂંકું સ્વરૃપ માને છે. એ વાક્ય છે, 'જેન્ટલમેન ઓન્લી, લેડીઝ ફોરબીડન.' એનો ગુજરાતીમાં અર્થ એવો થાય છે. આ રમત ફકત પુરુષો દ્વારા રમાય છે, સ્ત્રીઓને આ રમત રમવાની મનાઈ છે. આપણે પણ ટીવીમાં જયારેથી ગોલ્ફની રમત બતાડતાં થયા છે, ત્યારથી એનાં વધુ પરિચયમાં આવ્યાં છે અને મોટે ભાગે
|
|
|
વિક્રમ વકીલMay 22 at 12:00amગોવાની રાજ્ય સરકારે હવે નવો કાયદો બનાવી દરિયા કિનારે દારૃ પીવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગોવા સરકારનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગોવાના દરિયા કિનારે વધી રહેલા બળાત્કારના બનાવો માટે બીચ પર દારૃ પીવાની છૂટ કારણભૂત છે. હવે બીચપર કોઇ દારૃ પીતા જણાશે તો પોલીસ પ્રથમ તો દારૃ નહીં પીવા માટે એમને વિનંતી કરશે અને જો પછી પણ પેલી વ્યક્તિ નહીં માને તો દારૃની બોટલ જપ્ત કરવામાં આવશે. જોકે, ગોવાની કેટલીક સંસ્થાઓએ આ નિયમને હાસ્યાસ્પદ ગણાવ્યો છે.
|
|
|
આર્ટ & કલ્ચર - ગજેન્દ્ર શાહMay 22 at 12:00amદર વર્ષે કારતકી પૂનમના દિવસોમાં રાજસ્થાનના અજમેર શહેરમાં બ્રહ્મા મંદિરના આસપાસ મોટા મેદાનમાં પશુઓનો મેળો ભરાય છે. દર્શનાર્થીઓ સાથે પશુધનના વેપારીઓની હકડેઠઠ ભીડ જામે છે. ગાયો, ભેંસો, બકરાં, ઘેટાં, ઘોડાની જાતો, સાથે વિપુલ પ્રમાણમાં શણગારેલાં ઊંટ જોવા તે એક લહાવો છે. અત્રે પ્રસ્તુત ચિત્રમાં કલાકારે આ મેળામાં મહાલતું એક રાજસ્થાની પરિવાર ખાસ પ્રકારના લાક્ષણિક પહેરવેશમાં દર્શાવ્યું છે. ચહેરાના ભાવ મેળાનો આનંદ વ્યક્ત કરે છે. ચિત્ર કેનવાસ ઉપર ઓઈલ કલરમાં થયું છે.
|
|
|
અંગત અંગત - ડો.મુકુલ ચોક્સીMay 22 at 12:00amશિશ્નોત્થાનની સમસ્યાના નિવારણ માટેનું સંશોધન હાલ તેની ચરમ ઊંચાઈએ હોય એમ જણાય છે. આ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વિકાસ આપણી ધારણા કરતાં અનેકગણો વધારે તેજ છે. હજુ તો બે દાયકા પહેલાં શિશ્નોત્થાનની સમસ્યાઓને 'નપુંસકતા' જેવા ભયાનક 'ડીરોગેટરી' નામે ઓળખવામાં આવતી હતી. અને ઈનક્યોરેબલ ગણવામાં આવતી હતી. દાયકા પહેલા તેને 'ઈરેકટાઈલ ડીસ્ફંકશન' નામ આપવામાં આવ્યું અને એવી ટેબ્લેટ (સીલ્ડેનાફીલ વગેરે) શોધાઈ
|
|
|
તારી અને મારી વાત - હંસલ ભચેચMay 22 at 12:00amજો પુરુષના કાન ઉપર મોબાઈલ ચિપકાવેલો હોય અને તે બોલવા કરતા સાંભળતો વધુ હોય, એ પણ નિરસતાથી, તો સામે છેડે તેની પત્ની હોવાની શક્યતાઓ સૌથી વધુ છે. આ વાતને દર્શાવતી એક રમૂજ થોડા સમય પહેલા યુ-ટયુબ પર જોએલી. એક વ્યક્તિ કાઉન્ટર પર મોબાઈલ કાન ઉપર લગાવીને બેઠી હતી. સામે છેડેથી એક સ્ત્રી બોલ્યે જતી હતી અને પેલો પુરુષ હુંકારા ભણ્યે જતો હતો. થોડીવારમાં બીજો એક પુરુષ આવે છે, પેલાના હાથમાંથી ફોન લઈને પોતાના કાને ગોઠવે છે અને 'થમ્બ્સ અપ' કરીને એનો આભાર માને છે ! (સમજણ ના પાડી હોય તો છાપું બાજુ પર મૂકીને દસ મિનિટ
|
Shatdal News for May, 2013
-
NATIONAL
-
INTERNATIONAL



















