Breaking News
.

Latest Gujarat News

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 54.98 ટકા પરિણામ

May 30 at 10:11am

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જે ગત વર્ષ કરતા 12 ટકા ઓછું છે...
More...
B.Scમાં આ વર્ષે ભારે ધસારો રહેવા સાથે પ્રવેશની કટોકટી સર્જાશે

May 30 at 3:09am

ધો.૧૨ સાયન્સનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયુ છે ત્યારે આ વર્ષે પરિણામ ૮ ટકા જેટલું નીચુ રહ્યુ છે પરંતુ બીજી બાજુ બી ગુ્રપના વિદ્યાર્થીઓ ૫૬૦૦ જેટલા ગત વર્ષ કરતા વધુ પાસ થયા છે,અને બી ગુ્રપના સૌથી વધુ વિદ્યાર્થીઓ બીએસસીમાં આવતા હોઈ આ વર્ષે બીએસસીમાં ભારે ધસારો રહેવા સાથે પ્રવેશની મોટી સમસ્યા ઉભી થવાની શક્યતા છે...
More...
ડિગ્રી ઈજનેરીમાં ૭૧,૭૯૯ બેઠકો માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન

May 30 at 3:07am

ધો.૧૨ સાયન્સનું ગઈકાલે પરિણામ જાહેર થયા બાદ એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ડિગ્રી ઈજનેરીમાં આવતીકાલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થનાર છે.આ વર્ષે ડિગ્રી ઈજનેરીની ઉપલબ્ધ ૭૧,૭૯૯ બેઠકો માટે સવારે ૧૧ વાગ્યાથી વિદ્યાર્થીઓ પિન નંબર દ્વારા લોગઈન થઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે...
More...
ડિજિટલ સિગ્નેચર મેળવવા માટે નિયમો વધુ કડક બનાવી દેવાયા

May 30 at 3:06am

ટેક્સ ઓડિટ હેઠળ આવતી પેઢીઓને ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવા માટે, ડિરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર લેવા માટે જોઈતી ડિજિટલ સિગ્નેચર મેળવવા માટેની નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે અને સર્ટિફાયિંગ કોમ્પિટન્ડ ઓથોરિટીએ તે માટેના નિયમો કડક બનાવી દીધા છે. ..
More...
ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું આજે રિઝલ્ટ ઃ ગત વર્ષ કરતા ઓછું આવશે

May 30 at 3:04am

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે ૮ વાગ્યે ઓનલાઈન જાહેર કરાશે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. ઉપરાંત ટોલ ફ્રી નંબરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રીઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને તેની માર્કશીટ અને સર્ટીફિકેટસ પાંચ-છ દિવસ પછી અપાશે...
More...
બે બાળકો સાથે રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી માતાનો આપઘાત

May 30 at 3:03am

શાહપુરમાં દરવાજાના ખાંચામાં રહેતી મહિલાએ પોતાના વ્હાલસોયા બે પુત્રો સાથે એલિસબ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવતાં ત્રણેયના મોત થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી નાના દિકરાને સ્કૂલમાં એડમિશનના રૃપિયા ૨૦ હજારની સગવડ નહી થતાં અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે...
More...
સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ થતાં અમદાવાદના પ્રવાસીઓને હાલાકી

May 30 at 3:02am

ઉનાળાના વેકેશનનો અંતિમ તબક્કો શરૃ થઇ ગયો છે અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં બહાર ફરવા માટે જઇ રહ્યા છે. અલબત્ત, બહાર ફરવા જઇ રહેલા આ ગુજરાતીઓ પૈકી કેટલાકને કડવા અનુભવનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ જવા માગતા અમદાવાદના ૨૦ મુસાફરોને આવા જ કડવા અનુભવમાંથી પસાર થવું પડયું છે. ..
More...
કયા વિસ્તારમાં રહેવું તે બાબતનો પતિ પત્નીનો ઝઘડો હાઈકોર્ટ સુધી પહોંચ્યો

May 30 at 2:13am

પતિ-પત્ની વચ્ચેના નાના ઝઘડા જોતજાતામાં મોટું સ્વરૃપ ધારણ કરી લે છે અને લગ્નનો વિચ્છેદ થઈ જાય છે. અમદાવાદના ઉચ્ચ મધ્યમવર્ગના દંપતીનો આવો જ એક કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે. પતિને પોતાની ફેકટરીમાં ગમે ત્યારે જવું પડે તે માટે નરોડા રહેવું છે પરંતુ પત્નીને શાહીબાગ વિસ્તારમાં રહેવું છે. ..
More...
૧ જૂનથી રેલવેની એસી ક્લાસની મુસાફરી બે ટકા મોંઘી થઇ જશે

May 30 at 2:11am

રેલવેની એસી કોચની મુસાફરી ૧ જૂનથી ૨ ટકા મોંઘી થઇ જશે. મુસાફરો પાસેથી અત્યાર સુધી ભાડા પર જે ૧૨ ટકા લેખે સર્વિસ ટેક્સ વસુલાતો હતો તેમાં હવેથી ૨ ટકા પલ્સ એજ્યુકેશન સેસનો ઉમેરો કરીને ૧૪ ટકા લેખે વસુલ કરવામાં આવશે. ..
More...
અમદાવાદમાં ૬૪ વોર્ડમાંથી ઘટીને ૪૮ કોર્પોરેટરની સંખ્યા વધીને ૧૯૨

May 30 at 2:09am

રાજ્ય ચુંટણીપંચ દ્વારા આજે અમદાવાદના નવા વોર્ડ સીમાંકનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની બે બાબતો છે, જે અગાઉ ૬૪ વોર્ડ હતા તે ઘટીને ૪૮ થઈ જશે અને બીજી મહત્વની બાબત એ છે કે હાલ ૧૯૨ કોર્પોરેટરોની સંખ્યા હતી તે એની એ જ રહેશે. પરંતુ મહિલા અનામત ૩૩ ટકા હતી તે વધારીને ૫૦ ટકા કરવામાં આવશે. ..
More...

Gujarat  News for May, 2015