Breaking News
.
Business Plus
  • Monday
  • June 22, 2015

Business Plus Top Story

કાપડ બજાર - ઉદયન રસિકભાઈ મોદી

કાપડ બજાર - ઉદયન રસિકભાઈ મોદી

June 22 at 2:00am

કાપડની ભર સિઝન ઝમક, રૃપરંગ, ચમકારા વગર પૂરી થયેલ છે. ૧૭ જૂનથી અષાઢ અધિક માસ અને ૧૮ જૂનથી રમજાન મહિનો શરૃ થયેલ છે. પરંતુ હજુ ઇદની ઘરાકી બજારમાં દેખાતી નથી. સામાન્ય રીતે ઇદની ઘરાકીમાં સફેદ કાપડની ડીમાન્ડ વધુ જોવા મળે છે. દેશમાં વરસાદની સારી શરૃઆત થયેલ છે. સામાન્ય નિયમ પ્રમાણે વરસાદની સીઝન આવતા કાપડમાં લેવાલી ઘટી જતી હોય છે. આ વર્ષે પણ અત્યારે બજારમાં લેવાલી કે ઘરાકી ઓછી થયેલ છે. આમ જોવા જઇએ તો છેલ્લા એક વર્ષથી કાપડ બજારમાં ઘરાકીની માત્રા ઘટતી જોવા મળે છે અને ઘરાકી નહિ ચાલતા બજારમાં નાણાભીડ સખત જોવ
એન્ટેના - વિવેક મહેતા

એન્ટેના - વિવેક મહેતા

June 22 at 2:00am

છૂટક વેપારી માન્યતા ન ધરાવતા ઉત્પાદનોનું વેચાણ કરશે તો તેની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા શિક્ષાત્મક પગલાં લેશે. તેની સામે છૂટક વેપારીઓ ધુંઆંપુંઆં થઈ ગયા છે. એફએસએસએઆઈની જોગવાઈ આકરી છે. માન્યતા પ્રાપ્ત ન હોય તેવા પ્રોડક્ટ્સ વેચનાર વેપારીને ત્રણ લાખ સુધીને દંડ અને સાતથી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ દાખલ કરી છે. વેપારીઓ તેનાથી ભયભીત બન્યા છે.
વેચાણવેરો - નરેન્દ્ર મશરુવાળા

વેચાણવેરો - નરેન્દ્ર મશરુવાળા

June 22 at 2:00am

ગુજરાત રાજ્યના નાણાતંત્રને GST લાવવામાં ખૂબ હરખ છે. GST લાવવા માટેનો હેતુ (૧) વેપારી આલમને વેરો ભરવામાં ખૂબ સરળતા રહે અને (૨) વેરાની જવાબદારી નક્કી કરવામાં પણ ખૂબ સ્પષ્ટતા રહે તે છે.
ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૃ પારેખ

ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૃ પારેખ

June 22 at 2:00am

એક્રાઇલીક એસિડ (CH2 = CHCo2H), આ એક ખાસ પ્રકારનું ઈન્ડસ્ટ્રીઅલ અને કન્ઝુમર્સ પ્રોડક્ટ્સ માટેનું બીલ્ડીંગ બ્લોક મટિરીઅલ્સ છે જેવા કે (હાઇડ્રોક્યુનોન ડેરિવેટીવ્ઝ) સાથે કેરી કરવામાં આવે છે જેથી પોલિમેરાઇઝેશન થતું અટકાવી શકાય છે.
ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

June 22 at 2:00am

વાચક મિત્રો સોમવારે સપ્તાહનાં પ્રથમ દિવસે હવામાન ખાતાની આગાહીની વિરુદ્ધ ચોમાસાની સારી શરૃઆતે ૧૬૧.૨૫ પોઈન્ટનાં સુધારે ૨૬૫૮૬.૫૫ બંધ રહ્યું. મંગળવારે શરૃઆતની નરમાઈ બાદ બેકિંગ શેરોના સથવારે ૯૯.૯૬ પોઈન્ટનાં સુધારે ૨૬૬૮૬.૫૧ બંધ રહ્યું. બુધવારે ફાર્મા પાવર તેમ જ મેટલ શેરોમાં લેવાલી નીકળતા ૧૪૬.૧૫નાં સુધારે ૨૬૮૩૨.૬૬ બંધ રહ્યું મેઘરાજાની કૃપા વધતી રહેતા બજારમાં પણ ૨૮૩.૧૭ પોઈન્ટના સુધારે ૨૭૧૧૫.૮૩ બંધ રહ્યું. તેમ જ શુક્રવારે ૨૦૦.૩૪ પોઈન્ટનાં સુધારે ૨૭૩૧૬.૧૭ બંધ રહ્યું.
રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધારવા અવકાશ

રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધારવા અવકાશ

June 22 at 2:00am

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દેશમાં નેશનલ ક્લિન એનર્જી ફન્ડ (એનસીઈએફ) દ્વારા એક પણ પૈસો છૂટા નહીં કરાવાને કારણે રૃપિયા ૩૦,૦૦૦ કરોડના કેન્દ્ર સરકાર દ્વારા ફાઈનાન્સ થનારા રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસ અટકી પડયા છે. ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય પાસે હાલમાં પ્રોજેકટસ હાથમાં છે પરંતુ આ માટે આવશ્યક એકપણ પૈસો નાણાં મંત્રાલયે હજુસુધી સુધી છૂટો કર્યો નથી. એક તરફ દેશમાં પરંપરાગત વીજ સ્રોતોના વિકલ્પ તરીકે રિન્યુએબલ એનર્જીના વિકાસ પર ભાર અપાઈ રહ્યો છે ત્યારે ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર દ્વા
નિકાસમાં ઘટાડો ઃ આર્થિક પ્રવૃત્તિઓ દબાણ હેઠળ હોવાની ચેતવણી

નિકાસમાં ઘટાડો ઃ આર્થિક પ્રવૃત્તિઓ દબાણ હેઠળ હોવાની ચેતવણી

June 22 at 2:00am

વૈશ્વિક સ્તરની માગમાં ઘટાડો તેમજ પેટ્રોલિયમ પેદાશના ભાવમાં થયેલા ઘટાડાને લીધે વિતેલા મે માસમાં દેશની મર્ચેન્ડાઇઝ નિકાસમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સોનાની આયાતમાં ઘટાડાના લીધે વ્યાપાર ખાધ ત્રણ મહિનાના તળિયે ઉતરી આવી છે. આમ છેલ્લા એક વર્ષમાં ક્રુડ અને સોનાના સિવાયની આયાત ઘટી છે, જે ઘરઆંગણે અર્થતંત્ર પર એટલે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ દબાણ હેઠળ હોવાનું સૂચન કરે છે.
આરબીઆઈએ પૂરું પાડેલું શસ્ત્ર ધારદાર બનશે કે નહીં?

આરબીઆઈએ પૂરું પાડેલું શસ્ત્ર ધારદાર બનશે કે નહીં?

June 22 at 2:00am

બેડ લોન્સ અથવા નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ને કારણે દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની બેલેન્સશીટસ પર આવી પડેલી તાણને ઓછી કરવાનો માર્ગ ઊભો કરવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બેન્કોને ડિફોલ્ટિંગ કંપનીઓ પાસેથી લેવાના નીકળતા નાણાંનું ઈક્વિટીમાં રૃપાંતર કરી નાખીને જે તે કંપનીમાં બેન્કની મેનેજમેન્ટ હસ્તગત કરી લેવા સત્તા આપી છે ત્યારે આરબીઆઈનો આ ઈરાદો ભારત જેવા કાનૂની છટકબારીઓ સાથેના દેશમાં કેટલો સફળ રહેશે તે જોવાનું રસપ્રદ બની રહેશે. આ સત્તા મળવા સાથે જ બેન્કોએ ડિફોલ્ટર કંપનીઓ સામે સખત હાથે કામ પાર પ
નબળા વરસાદને પગલે કઠોળની જંગી આયાતનો રેકોર્ડ થઈ શકે!

નબળા વરસાદને પગલે કઠોળની જંગી આયાતનો રેકોર્ડ થઈ શકે!

June 22 at 2:00am

વર્ષ ૨૦૦૯-૧૦માં ૩૭ વર્ષ પછી ભારતમાં ભયાનક દુકાળ પડયો હતો અને એ વખતે કઠોળનો ફુગાવો ૨૨.૪ પોઈન્ટે પહોંચી ગયો હતો. આ વર્ષે આવી સ્થિતિ ના સર્જાય એ માટે સરકારે જંગી માત્રામાં કઠોળ આયાત કરવાનું આયોજન કર્યું છે એમ કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે
સુપર રિચ લોકોના અનોખા ક્રેડિટ કાર્ડ

સુપર રિચ લોકોના અનોખા ક્રેડિટ કાર્ડ

June 22 at 2:00am

દુનિયાના માંડ પાંચ જ ટકા સુપર રિચ પરિવારો બાઈક કે કાર છોડાવતા હોય એમ સુપર યોટ કે જેટ પ્લેનની ખરીદી કરવા સક્ષમ છે. આ સુપર રિચમાંથી પણ બહુ ઓછાં લોકો તેમના ક્રેડિટ કાર્ડથી આવી હાઈ-એન્ડ ચીજવસ્તુઓ ખરીદતા હોય છે. આ પ્રકારના ક્રેડિટ કાર્ડ ફક્ત 'બાય ઈન્વાઇટ ઓન્લી' જ ઉપલબ્ધ હોય છે. આંતરરાષ્ટ્રીય બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ વિશ્વભરના અતિ ધનવાન લોકોેને પર્સનલાઈઝ્ડ સેવા આપવા માટે આંગળીના વેેેઢે ગણી શકાય એટલી સંખ્યામાં આવા હાઈ એન્ડ ક્રેડિટ કાર્ડ ડિઝાઈન કરે છે, જેને બેંકિંગની ભાષામાં અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડ